બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 129.66 પર 43 હજાર 729.62 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 38.80 અંકોની તેજીની સાથે 12 હજાર 810.50 પર પહોંચી હતી. કોરોનાની વધુ એક વેક્સિનના સફળ ટ્રાયલના સમાચારથી બજારમાં તેજી જોવા મળી હતી.
16 નવેમ્બરે દિવાળીના ઉપલક્ષ્ય પર ઘરેલૂ શેર બજાર બંધ હતો. સૂચકઆંકે વર્ષ 2020માં થયેલા નુકસાનની ભરપાઇ કરી છે. આ પહેલી જાન્યુઆરી 2020ના દિવસે 41,306.02 પર બંધ થયો હતો. જો કે, વિશ્લેષકો અનુસાર આગળ બજારમાં વધ-ઘટ જોવા મળશે. જેથી રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે.
આજે બજાજ ફિનસર્વ, પાવટ ગ્રિડ અને બજાજ ફાઇનાન્સની શરૂઆત તેજી સાથે થઇ હતી, તો ICICI બેન્ક અને એમ એન્ડ એમના શેર લાલ નિશાન પર ખુલ્યા હતાં.
સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરવામાં આવે તો આજે ફાઇનાન્સ સર્વિસિઝ, બેન્ક અને પ્રાઇવેટ બેન્કના અતિરિક્ત બધા સેક્ટર્સ લીલા નિશાન સાથે ખુલ્યા હતાં. જેમાં રિયલ્ટી, આઇટી, ઑટો, ફાર્મા, એફએમસીજી, પીએસયૂ બેન્ક, મેટલ અને મીડિયા સામેલ છે.