/

કોરોનાનો કકળાટમાં શેર માર્કેટની કમર તૂટી

કોરોના વાયરસનો કહેરના કારણે શેરબજારમા 2000 પોઈન્ટનો કડાકો થતાં માર્કેટ પણ 45 મિનિટ સોમવારે શેરબજાર ખૂલતાં જ સેન્સેક્સ 2000 પોઈન્ટના કડાકા બાદ 27800એ ખૂલ્યો. જ્યારે નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. રૂપિયો ડોલરની સરખામણીએ 76ની કિંમતે પહોંચ્યો. રોકાણકારો ફરી એકવખત મોટુ નુકશાન થયું હતું. અચાનક શેરબજારમાં મોટો કડાકો આવતાં માર્કેટ 45 મિનિટ માટે બંધ થયુ હતું. શેરબજારમાં સેન્સેક્સ 27800એ પહોંચ્યો હતો. જયારે નિફટી 639ના કડાકા સાથે ખૂલ્યો હતો. જેથી રૂપિયાની કિંમત 76 થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેક્સ 2307 પોઇન્ટના ઘટાડા સાથે 27608 પર ખુલ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી લગભગ 800 પોઇન્ટના ઘટાડા સાથે 7945 પર ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વધ ઘટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.