/

ક્રેડિટ કાર્ડ પર લોકો ખરીદી કરી રહ્યાં છે, તેના પર વ્યાજમાં રાહત ન મળે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઇકાલે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યું કે મોરેટોરિયમના સમય માટે ક્રેડિટ કાર્ડ યુઝર્સને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ કેમ મળવો જોઈએ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્રેડિટ કાર્ડ યુઝર્સનો ઉપયોગ ખરીદી કરવા માટે કરવામાં આવ્યો છે નહીં કે લોન લેવા માટે.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની બેંચે આ વાત ત્યારે કરી જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે ક્રેડિટ કાર્ડ ધારકોની રકમ ભરવાના મેસેજ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે હું પણ ક્રેડિટ કાર્ડ વાપરુ છુ અને મને એવા મેસેજ મળે છે. તેના પર પેનલે કહ્યું કે ક્રેડિટ કાર્ડ યુઝર્સે વસ્તુ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. તેમને મોરેટોરિયમનો લાભ ન મળવો જોઈએ.

ત્યારે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે આ બેંકોની જવાબદારી છે કે તે મોરેટોરિયમના સમયનું ચક્રવૃદ્ધિ વ્યાજમાં છુટને લોનધારકોના ખાતામાં જમા કરાવે. એટલા માટે બેંકોને યાદ અપાવવાની જરુર નથી. આ લાભ કોરોના કાળની પહેલા ડિફોલ્ટરો માટે ઉપલબ્ધ નથી.

બીજી તરફ અનેક સેક્ટરો તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમને કોરોનાના સંકટ દરમિયાન સરકાર તરફથી કોઈ રાહત મળી નથી. તેના પર સુપ્રીમ કોર્ટના તમામ પક્ષકારોની સલાહ આરબીઆઈ અને કેન્દ્ર સરકારની સામે રજુ કરવા કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.