/

સુપ્રીમ કોર્ટે કહ્યું , CBI તપાસ માટે રાજ્યોની સંમતિ લેવી જરૂરી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, CBIએ કોઇ પણ કેસની તપાસ કરતા પહેલા તે રાજ્યની સહમતિ જરૂરથી લેવી પડશે. જેમાં આઠ રાજ્યો દ્વારા સામાન્ય સહમતિ પરત લેવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. તો એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે તેની પૃષ્ટી કરતા કહ્યું છે કે, આ જોગવાઇ બંધારણના સંઘીય ચરિત્ર અનુરૂપ છે. દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ હેઠળ વર્ણિત શક્તિઓ અને અધિકાર વિસ્તાર માટે CBIએ કોઇ પણ કેસની તપાસ પહેલા સબંધિત રાજ્ય સરકારની સહમતિ જરૂર લેવી પડશે.

તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, DSPE અધિનિયમની કલમ 5 કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશોથી અલગ સીબીઆઇની શક્તિઓ અને અધિકાર ક્ષેત્રનો વ્યાપ વધારવામાં સક્ષમ બનાવે છે, પરંતુ જ્યાં સુધી DSPE અધિનિયમની કલમ 6 હેઠળ રાજ્ય સબંધિત વિસ્તારની અંદર આ રીતના વિસ્તાર માટે પોતાની સહમતિ નથી આપતું, ત્યા સુધી આ સ્વીકાર્ય નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ બીઆર ગવઇની પીઠે આ નિર્ણય યુપીમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઇનવેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરૂદ્ધ CBIએ દાખલ કરેલ કેસમાં સંભળાવ્યો છે. જેમાં આરોપીએ આ કેસમાં કહ્યું હતું કે, કલમ 6 હેઠળ રાજ્ય સરકારની સહમતિના અભાવમાં CBI પાસે અંતર્ગત જોગવાઇઓને ધ્યાને રાખીને તપાસ કરાવવાની કોઇ શક્તિ નથી.

આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, સૂચન અને ટ્રાયલને અલગ નથી કરી શકાતા, જ્યાં સુધી કે તપાસ ગેરકાયદેસરતાને ન્યાયની નિષ્ફળતા બતાવે નહી ત્યાં સુધી સુનાવણીને અલગ કરી શકાતી નથી. ગેરલાયકતાનો પક્ષપાત અથવા ન્યાયની નિષ્ફળતાના પ્રશ્ને અસર થઇ શકે છે, પરંતુ CBIની તપાસને અમાન્ય કરાવવી એ કોર્ટની ક્ષમતા સાથે કોઇ સબંધ ધરાવતું નથી.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આઠ રાજ્યો દ્વારા CBI તપાસની સહમતિ પરત લેવામાં આવ્યા બાદ ઘણો મહત્વનો છે. તાજેતરમાં ઝારખંડ આઠમું રાજ્ય બન્યુ છે જેને CBIને આપવામાં આવેલી સામાન્ય સહમતિ પરત ખેંચી લીધી છે. આ પહેલા કેરળ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્ર પ્રદેશ સામાન્ય સહમતિ પરત લઇ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.