///

ખેડૂત પ્રદર્શનના અધિકાર પર કાપ ન મુકી શકીએ, આંદોલનનો અંત થવો જરૂરી છે : સુપ્રિમ કોર્ટ

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે અને આજે ગૂરૂવારે આ મામલે સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે સુનાવણી કરી રહ્યું છે. બુધવારે કોર્ટે વિવાદને ઉકેલવા માટે જે કમિટીની રચનાની વાત કહી હતી આજે તેની પર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ (CJI)એ કહ્યું કે ખેડૂતોને પ્રદર્શન કરવાનો હક છે, પરંતુ કેવી રીતે થાય તેની પર ચર્ચા થઈ શકે છે.

કોર્ટે કહ્યું કે અમે પ્રદર્શનના અધિકારમાં કાપ ન મૂકી શકીએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનનો અંત થવો જરૂરી છે. અમે પ્રદર્શનના વિરોધમાં નથી. પરંતુ વાતચીત પણ થવી જોઈએ.

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે મામલા અંગે આજે ગૂરૂવારે સુનાવણી નથી પૂરી કરી રહ્યા. બસ જોવાનું એ છે કે વિરોધ પણ ચાલતો રહે અને લોકોના મૌલિક અધિકારનોનું હનન ન થાય. તેમનું પણ જીવન અડચણ વગર ચાલે. CJIએ કહ્યું કે પ્રદર્શનનું એક લક્ષ્ય હોય છે, સરકાર અને ખડૂતોની વચ્ચે વાતચીત થવી જોઈએ. તેના માટે અમે કમિટીની રચના કરવા અંગે વિચારી રહ્યા છીએ.

CJIએ કહ્યું કે, અમે વિચારી રહ્યા છીએ કે એક કમિટી બનાવવામાં આવે. જેમાં સ્વતંત્ર લોકો હોય. કમિટીના લોકો પોતાના રિપોર્ટ વાતચીત કરીને આપે. એ વાતનું પણ ધ્યાન રાખે કે પોલીસ હિંસા ન કરે. પ્રદર્શન ચાલતા રહે પરંતુ રસ્તા જામ કરીને નહીં.

આ પહેલા હરીશ સાલ્વેએ પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, આ પ્રદર્શનના કારણે દિલ્હીવાસી પ્રભાવિત થયા છે. ટ્રાન્સપોર્ટ પર અસરના કારણે સામાનના ભાવ વધી રહ્યા છે. જો રસ્તા બંધ રહેશે તો દિલ્હીવાળાને ઘણી મુશ્કેલી થશે. હરીશ સાલ્વેએ કહ્યું કે પ્રદર્શનના અધિકારનો અર્થ એ નથી કે શહેર બંધ કરી દેવામાં આવે. તેની પર ચીફ જસ્ટિસ તરફથી કહેવામાં આવ્યું કે અમે આ મામલામાં જોઈશું, કોઈ એક મામલાના કારણે બીજાના જીવન પર અસર ન પડવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.