///

કફીલ ખાન મામલે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો

કફીલ ખાન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોચેલી ઉત્તર પ્રદેશ સરકારને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયમાં દખલ આપવાનો ઇનકાર કર્યો છે. ડૉક્ટર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગને લઇને યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોચી હતી. CAA વિરૂદ્ધ બોલવા પર તેમના વિરૂદ્ધ નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઇલાહાબાદ હાઇકોર્ટે ડૉ. કપીલ ખાન પરથી NSA હટાવવા અને છોડવાના આદેશ આપ્યા હતાં.

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એસએ બોબડેએ અલાહાબાદ હાઇકોર્ટના ડૉ. કફીલને મુક્ત કરવાના આદેશને યોગ્ય ગણાવતા કહ્યું, ગુનાહિત કેસ તેમના નેચરના હિસાબથી બનશે, તમે કોઇ અન્ય કેસમાં નામ આવતા કોઇની ધરપકડ નથી કરી શકતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટે સારો આદેશ આપ્યો છે. આ આદેશમાં દખલ આપવાનું કોઇ કારણ નથી.

ઉલ્લેખનિય છે કે 1 સપ્ટેમ્બરે ઇલાહાબાદ હાઇકોર્ટે NSA હેઠલ કફીલ ખાનની અટકાયત પૂર્ણ કરી હતી. જેની વિરૂદ્ધ યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. જાન્યુઆરીમાં ગોરખપુરના આ ડૉક્ટરને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં CAA વિરૂદ્ધ ભાષણ આપવા અને લોકોને ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શહેરમાં ડરનો માહોલ બનાવવા અને કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કેસ નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.