//

SVP હોસ્પિટલની વધુ એક બેદરકારીથી મૃતદેહની અદલાબદલી, 1 સભ્યની અટકાયત

શહેરની SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવતા હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. 65 વર્ષીય મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમના કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઇ જતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મહિલાનો પુત્ર કેનેડાથી આવ્યા બાદ મૃતદેહ લેવા માટે ગયો હતો. પરંતુ હોસ્પિટલના તંત્રએ મૃતદેહ બદલાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ મામલે સામે આવ્યું કે એક પરિવારે 13મી તારીખે મૃત્યુ પામેલા મહિલાના અગ્નિસંસ્કાર કરી નાખ્યા છે. જેના પગલે એલિસબ્રિજ પોલીસે પરિવારના બે સભ્યોની અટકાયત કરી છે.

11મી તારીખના રોજ મહિલાનું એટેકથી મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રૂમમાંથી મહિલાનો મૃતદેહ ગાયબ થઇ જતા વિવાદ સર્જાયો છે. જો કે પોસ્ટમોર્ટમ રૂમમાં CCTV નહીં હોવાના પગલે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે.

નોંધનીય છે કે, આ અગાઉ પણ SVP હોસ્પિટલ અનેક વાર વિવાદમાં આવી ચૂકી છે. જો કે આ ઘટનાને લઇને એલિસબ્રિજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. આ મામલે હાલમાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.