/

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સંચાલનનો અભાવ જોવા મળ્યો

અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં સંચાલનનો અભાવ જોવા મળ્યો છે. જેને કારણે સર્જાઇ રહેલી સમસ્યા 108ની ટીમના ધ્યાનમાં આવી હતી. આ અંગે GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ચીફ ઓપરેટિંગ ઓફિસરના જણાવ્યા મુજબ, અમદાવાદની હોસ્પિટલમાં એમ્બ્ચુલન્સ રોકાવાનો એવરેજ સમય 10થી 12 મિનિટનો જ છે પરંતુ SVP હોસ્પિટલના મામલામાં છેલ્લા કેટલાક દિવસથી આ સમય સતત વધી રહ્યો છે. જેમાં SVP હોસ્પિટલના કેટલાક મામલામાં એમ્બ્યુલન્સ 15 મિનિટ, 30 મિનિટ તો ક્યારેક 1 કલાક પણ રોકાઇ હોય તેવું ધ્યાનમાં આવ્યું છે. 108 માટે એટ હોસ્પિટલ ટાઇમ ખૂબ જ ક્રિટિકલ હોય છે. સતત તેનું મોનીટરિંગ કરવામાં આવતું હોય છે, સીએમ ડેસ્ક બોર્ડથી પણ તેનું સીધું મોનીટરીંગ થાય છે. જેમાં સામાન્યથી વધુ સમય વેડફાતા અન્ય કોરોનાના દર્દીઓના કોલ એટેન્ડ થઈ શકતા નથી.

રાજ્યની કોઇ પણ હોસ્પિટલમાં દર્દીને 108 હોસ્પિટલ સુધી પહોચાડ્યા બાદ બીજો કોલ લેવા માટેનો કુલ સમય 6થી 10 મિનિટ જેટલો હોય છે, ત્યારે SVP હોસ્પિટલમાં 15 મિનિટથી એક કલાક સુધી એમ્બ્યુલન્સ રહે તો અન્ય દર્દીએ સારવાર માટે રાહ જોવી પડે છે.

નોંધનીય છે કે, કોરોના મહામારીમાં તમામ હોસ્પિટલો ભરેલ છે, ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં સંચાલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અસારવા, સોલા હોસ્પિટલમાં કોરોના વોર્ડ ફુલ થઇ જતા એસવીપી હોસ્પિટલમાં પણ દર્દીઓ આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.