////

VIDEO : સુરતનાં સ્વામીએ કથામાં કહ્યું, 2022માં દિલ્હીથી ગુજરાતમાં સાવરણો આવશે, કંઇક તો સાફ કરશે જ

સુરતના વલ્લભ સ્વામીના પ્રવચનનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં તેમણે ચર્ચા જગાવનારું નિવેદન કર્યું છે. તેમણે એક પ્રવચનમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઝાડુ ફેરવશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવે છે, સાફ તો કરશે જ. સ્વામીએ ગર્ભિત રીતે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપને સફળતા મળશે એવા સંકેત આપ્યા હતા.

ગઈકાલે સુરતના રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર દ્વારા ઓનલાઈન કથા યોજાઈ હતી. જેમાં મંદિરના મહંત વિશ્વવલ્લભ સ્વામીએ પ્રવચન આપ્યું હતું. જેમા વિશ્વવલ્લભ સ્વામીએ રાજકારણની કરેલી વાતોને લઈને ભારે ચર્ચા જાગી છે.

સાથે જ તેમણે ઓનલાઈન કથામાં રાજકીય વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.

પોતાના પ્રવચનમાં તેમણે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. વલ્લભ સ્વામીએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યુ હતું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ.

વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી. પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.

ત્યારે સ્વામીનો આપ પાર્ટીને સમર્થન આપતો વીડિયો પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકાયો છે. જે હાલ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published.