//

લોએજ સ્વામિનારાયણ મંદિરે મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખનું અનુદાન આપ્યું

ભગવાન શ્રી સ્વામિનારાયણ બાળ સ્વરૂપે નીલકંઠવર્ણી બની વનવિચરણમાં કરતા કરતા વેરાવળ પોરબદંર હાઇવે પાર આવેલા લોએજ ગામે દિવસો સુધી રહ્યા હતા લોએજ ગામ અને મંદિર ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું ગામ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે મંદિર ના 102 વર્ષ ના વુર્દ્ધ  મુખ્ય મહંત શ્રી ચૈતન્યસ્વામી એ મંદિર નો વિકાસ કરવામાં સિંહ ફાળો આપ્યો  છે મંદિર ટ્રસ્ટ દ્રારા વખતો વખત સમાજ પર આવી પડેલી કુદરતી આપતી સમયે મંદિર દ્રારા લોકોની સાથે રહે  છે  આજે પણ કોરોના વાયરસ ની મહામારી સરકાર અને લોકોની જરૂરિયાત વધી રહી છે

સમાજના આરોગ્યની ચિંતા કરતા 102 વર્ષના મહંત ચૈતન્યસ્વામીએ લોએજ સ્વામિનારાયણ મંદિર વતી લોક કલ્યાણ અર્થે રૂપિયા 5 લાખ નું  અનુદાન આપેલ છે જેનાથી લોકોના આરોગ્ય મહામારીની લડતમાં મંદિર પણ સહભાગી બને છે મહંત સ્વામી ચૈતન્યસ્વામી,શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામી અને ધર્મકિશોર સ્વામી એ આજે માંગરોળ મામલતદાર શ્રીને રૂપિયા 5 લાખનો ચેક આપી લોકોનું સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.