/

સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા કરાઈ વ્યવસ્થા, હવે ઘર આંગણે દુધ મળશે

દેશમાં લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો શાકભાજી અને દુધ લેવા બહાર નીકળી રહ્યા છે જેના કારણે ભીડ એકઠી થઈ રહી છે.. ત્યારે લોકોને ઘર આંગણે શાકભાજી સાથએ હવે દુધ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિસ્તારના વાહનમાં એક એક વાહન દ્વારા 48 વોર્ડમાં દુધના પેકેટ્સ પહોંચાડવાની યોજના શરૂ કરાઈ છે.. તો કોરોના સક્રંમણ વચ્ચે લોકો ઘરથી બહેર ન નીકળે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખી આ વ્યવસ્થાની શરૂઆત કરાઈ છે. તો અમુલના ટ્રેટા પેકથી ભરેલા વાહનો સોસાયટીના દરવાજે ઉભા રહેશે જેથી લોકો ઘરઆંગણે જ દુધની ખરીદી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ભીડ એકઠી ના થાય તે માટે વિવિધ શાકમાર્કેટ પણ બંધ કરાયા છે સાથેજ પોલીસ પણ તૈનાત કરાઈ છે અને લોકોને શાકભાજીની ખરીદી કરવા ન આવવા અપીલ કરાઈ છે.. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ્રારા લોકોને ઘરે બેઠા શાકભાજી મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ્રારા 1000થી વધુ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને કેટલીક સોસાયટીમાં શાકભાજી પહોંચાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.