////

ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં મોટેરા સ્ટેડીયમની ટેકસ આકારણી બે વિભાગ કરશે

વિશ્વમાં સૌથી મોટા સ્ટેડીયમ તરીકે જાણીતા મોટેરાના કરની આકારણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર બે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.

જોકે સામાન્ય રીતે પ્રોપર્ટીની આકારણી પ્રોપર્ટી ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ મોટેરા સ્ટેડીયમનું બાંધકામ ખાસ પ્રકારનું છે. જેથી ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા પહેલી એસ્ટેટ ડિપાર્ટમેન્ટને પણ આકારણીની કામગીરીમાં સાથે રાખવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ બોર્ડનાં પ્રતિનિધિને પણ સાથે રાખવામાં આવશે. ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને અમેરીકી પ્રમુખ ટ્રમ્પ્નો પ્રોગ્રામ હોવાથી મોટેરાને બિલ્ડીંગ યુઝની પરવાનગી ફેબ્રુઆરીમાં અપાઈ હતી. ત્યારબાદ પ્રોપર્ટી ટેકસની આકારણીની કામગીરી તે પછી અટકી ગઈ હતી અને તે પછી કોરોનાને કારણે આકારણીની કામગીરી રોકાઈ ગઈ હતી. હવે આઠ મહિના બાદ મોટેરા સ્ટેડીયમની પ્રોપર્ટી ટેકસની આકારણી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published.