///

રાજધાની દિલ્હી ઠુઠવાયું, પારો 3 ડિગ્રી સુધી પહોંચ્યોં

દિલ્હીમાં ઠંડીએ આ વર્ષે પારો 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત ઉત્તર ભારત પણ શીતલહેરની ઝપેટમાં છે.

શુક્રવારે દિલ્હીમાં ઠંડીની સાથે પવન પણ ફૂંકાશે. ભારતમાં અનેક જગ્યાઓએ પહાડોમાં બરફ જામી ચૂક્યો છે. તો દિલ્હી એનસીઆરમાં તાપમાન 3 ડિગ્રી પહોંચ્યું છે. આ છેલ્લા 10 વર્ષનું સૌથી નીચું તાપમાન છે. 2011માં 16 ડિસેમ્બરે તાપમાન 5 ડિગ્રી રહ્યું હતું. જે રીતે પારો આ વર્ષે ઝડપથી ગગડી રહ્યો છે તે રીતે તે શૂન્યથી પણ નીચે જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ડિસેમ્બરમાં દિલ્હીની ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. ગયા વર્ષે 28 ડિસેમ્બરે તાપમાન 2.4 ડિગ્રી હતું. 2013માં 23 ડિસેમ્બરે 2.4 અને 2014માં ડિસેમ્બરમાં પારો 3 ડિગ્રી પહોંચ્યો હતો. આ વર્ષે જે રીતે ઠંડી વધી રહી છે તે રીતે આવનારા અઠવાડિયે પારો 2 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતાઓ છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે ઠંડો દિવસ રહ્યોં હતો. અહીં વધારેમાં વધારે સામાન્યથી 7 ડિગ્રી નીચે 15.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સીઝનનું સૌથી નીચું તાપમાન હતું. ભારતના હવામાન વિભાગે જાણકારી આપી છે કે ઠંડો દિવસ ત્યારે કહેવાય છે કે જ્યારે ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું અને અધિકતમ તાપમાન 4.4 ડિગ્રીથી ઓછું હોય છે. પશ્ચિમ હિમાલયથી આવતી બર્ફિલી હવાઓ સતત દિલ્હીમાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.