///

જેસલમેરમાં આવેલા આ મંદિરને BSFના જવાનો માને છે સુરક્ષા કવચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ઉજવણી જવાનો સાથે કરવા માટે જેસલમેર પહોંચી ગયા છે. ત્યારે પીએમ જવાનોની સાથે દિવાળી ઉજવીને પડોશી દેશને કડક સંદેશ પણ આપશે કે જેવું તેણે વર્ષ 1065માં કર્યું હતું તે ભૂલ ફરીથી કરી તો જોવા જેવી થશે. આ ઉપરાંત પીએમ મોદી રણમાં આવેલા તનોટ માતાના મંદિરે પણ જઈ શકે છે. આ એજ મંદિર છે જેનું સત તો પાકિસ્તાન પણ માને છે. વડાપ્રધાન માતાના ચમત્કારી મંદિરે દર્શન માટે જઈ શકે છે.

આ મંદિર સલમેરથી લગભગ 120 કિમી દૂર પાકિસ્તાન બોર્ડર પાસે જ્યાં દૂર દૂર સુધી કોઈ વસ્તી નથી ત્યાં આવેલું છે. બોર્ડરની આ બાજુ હિન્દુઓ માટે આ ચમત્કારી તનોટમાતાનું મંદિર આવેલું છે પરંતુ બોર્ડરની પેલે પાર પાકિસ્તાન માટે આ માત્ર એક મંદિર નથી પરંતુ પાકિસ્તાની સેના માટે દહેશતનું કારણ છે. 5 દાયકા પહેલા તનોટ માતાના મંદિરમાં જે ચમત્કાર જોવા મળ્યો તેના સાક્ષી માત્ર ભારતીયો જ નહીં પરંતુ પાકિસ્તાન પણ હતું.

જેસલમેરનું આ તનોટ ગામ ભારતીય સરહદનું છેલ્લું ગામ છે. તો આ ગામનું નામ પરથી જ આ મંદિરનું નામ પાડવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે પીએમ મોદી જેસલમેરમાં દિવાળી ઉજવવાના છે. આ સાથે જ તનોટ માતાના મંદિર પર પહોંચીને દર્શન પણ કરી શકે છે.

નોંધનીય છે કે, તનોટમાતાના મંદિરને લઈને કહેવાય છે કે, આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. તો સાથે જ આ મંદિર ભારતીય જવાનોની આસ્થાનું કેન્દ્ર પણ છે. વર્ષ 1965ની ઘટનાને આજે 55 વર્ષ થઈ ગયા છે. પંરતુ બોર્ડરની રખેવાળી કરનારા બીએસએફના જવાનો આજે પણ તનોટમાતાના મંદિરને પોતાનું કવચ માને છે. ત્યારબાદ તનોટ મંદિરને બીએસએફએ પોતાના નિયંત્રણમાં લઈ લીધુ.

આજે અહીંનું તમામ મેનેજમેન્ટ બીએસએફના હાથમાં છે. મંદિરમાં આયોજિત કરાતો ભંડારાથી લઈને પ્રસાદ વહેંચવાનું કામ પણ બીએસએફના જવાનો જ કરે છે. મંદિરની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે. મંદિરના પુજારી પણ બીએસએફ સાથે જોડાયેલા છે. સવાર સાંજ મંદિરમાં જ્યારે આરતી થાય છે ત્યારે જવાનો પોતાના યુનિફોર્મમાં જ અહીં ભજન કિર્તન કરે છે.

Leave a Reply

Your email address will not be published.