///

આતંકવાદીઓએ હવે કોરોનાને બનાવ્યું હથિયાર

આજે પૂરી દુનિયા કોરોના જેવા વાઈરસ સાથે લડાઈ લડી રહ્યાં છે, ત્યારે આઈએસ આતંકવાદીઓ કોરોનાને જ હથિયાર બનાવી ભારતમાં જેહાદ, લોન વુલ્ફ એટેકથી આરએસએસ નેતાઓ સહીત અન્ય હસ્તીઓની હત્યા કરીને દંગા ભડકાવવા અને એનેસ્થેશિયાનું ઈન્જેકશન આપીને મોટી હસ્તીઓને મારી નાખવાનું નાપાક કાવતરુ રચી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે.

એનઆઈએએ ઈસ્લામીક સ્ટેટ ખુરાસાન પ્રાંતના પાંચ આતંકીઓ સામે ચાર્જશીટમાં આ આરોપ લગાવ્યો છે. ચાર્જશીટ અનુસાર પાંચેય આતંકી નાગરિકતા સંશોધન કાનૂન સામે થયેલા વિરોધ પ્રદર્શનનો ઉપયોગ મુસ્લીમોને ભડકાવવા માટે કર્યો હતો. આરોપી સાદિયા અને એક ડો. ઈશફાક સાથે કોરોના જેહાદને લઈને વાતચીત થઈ હતી.

સાથે જ ચાર્જશીટમાં કાશ્મીરી જાંસેબ સામી અને હિના બશીર બેગ, હૈદ્રાબાદ નિવાસી અબ્દુલ્લા બાસીત, પૂણે નિવાસી સાદીયા અનવર શેખ અને નબીલ સિદીક ખત્રીને આરોપી બનાવાયા છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આરોપીઓ ભારત સામે યુદ્ધ કરવા, હથિયાર ખરીદવા ફંડ એકઠુ કરવા સહિત કાવતરા રચી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.