/

રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર ભાજપે જાહેર કર્યા અને ટ્વીટ કરી નારાજ કોંગ્રેસી નેતા દેખાયા

રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસે રાજયસભાની ચૂંટણીનાં ઉમેદવારો જાહેર કરી લીધા છે. જેથી બંને પાર્ટીઓ વચ્ચે જંગ છેડાઇ ગયો છે. જેમાં કોંગ્રેસમાં રાજયસભાની ચૂંટણી લડવા માટે નેતાઓમાં આંતરિક વિવાદો સામે આવ્યા છે. જેમાં આજે વલસાડનાં કોંગ્રેસનાં નેતા ગૌરવ પંડયાએ ટવીટ કર્યુ છે. વલસાડનાં કોંગ્રી નેતા ગૌરવ પંડતાએ ટવીટ કરી બળાપો ઠાલવયો છે. જેમાં રાજયસભાની ચૂંટણી અંગે ટવીટર પર પોસ્ટ કર્યુ છે તેમજ પાટીદારના ધારાસભ્યને રાજયસભામાં ન મોકલાતા કોંગ્રેસને મોટુ નુકશાન થાય તેવું પણ જણાવ્યુ હતું. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપે રાજયસભામાં નરહરી અમિનને ઉતારવા પાટીદાર ધારાસભ્યોને સાચવવા કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો થયો છે.

નરહરિ અમીન આજે પણ કોંગ્રેસનાં ધારાસભ્યોમાં વર્ચસ્વ ધરાવે છે. કોંગ્રેસ પાટીદાર ઉમેદવારોને ટિકીટ નહી આપેતો કોંગ્રેસને નુકશાન થશે. તેવુ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે પાટીદાર ધારાસભ્યો તેમજ દલિત ધારાસભ્યોએ પોતાના સમાજના ધારાસભ્યોને રાજયસભામાં મોકલવવા માટે કોંગ્રેસના હાઇકમાન્ડને અપિલ કરી હતી પરંતુ પાટીદાર ધારાસભ્યને રાજયસભામાં મોકલવામાં આવ્યા નથી. પાટીદાર ધારાસભ્યોની ખુલ્લી ડિમાન્ડ હોવા છતાં પણ રાજયસભાની ટિકીટ અપાઇ નથી.

Leave a Reply

Your email address will not be published.