//

કોરોના વાયરસનો ભય અને જનતા કર્ફ્યુ વચ્ચે યુવાને માનવતા મહેકાવી

કહેવાય છે કે કાઠિયાવાડ માં કોકદી ભૂલો પડે ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા આ એક  ગીત ભજનના શબ્દો બધા માટે જાણીતા છે બધા ગુજરાતીઆ શબ્દોથી પરિચિત પણ છે ત્યારે આજે દેશ પર આવી પડેલી આફતમાં સરકારની વાહવાહ કરવા કેટલાક લોકોએ થાળી વેલણ વગાડ્યાતો કેટલાકે ઢોલ વગાડ્યા પરંતુ સેવા પરમો ધર્મના સૂત્રને સાથર્ક કરવું અને કોઈને જાણ પણના કરવી ગુપ્ત દાન કરવુંએ કેટલાક લોકોની ખાસિયત હોઈ છે આજે દેશ આરોગ્યના ખતરામાં પડી ગયો ભીખ માંગીને પેટ ભરતા લોકોની શું હાલત હશે તેની ચિંતા કોઈને નહિ હોઈ ઘરમાં રહેવાની સલાહ લોકોએ માની અને જનતા કર્ફ્યુ કરી લોકો ઘરમાં રહી ગયા પરંતુ ભીખ માંગી પેટ ભરતા લોકોની કોઈએ ચિંતાના કરી ત્યારે એક એવો યુવાન જે કરોડ પતિ હોવા છતાં ગરીબ અને સામાન્ય માણસની સતત ચિંતા કરી છે

મહેર સમાજમાં જન્મેલા અને રોટલો ખવડાવવા હંમેશા યાદ રાખી ગરીબ લોકોના મસીહા બની ગયેલા પોરબદંરના એક એવા યુવાન કે જેને આજના દિવસે ગરીબની શું દશા હશે કોઈ ખાવાનું આપ્યું હશે કે નહિ ભૂખ્યાને કોણ ખવડાવશેઆ ચિંતામાં પોતે જાતે જ છકડો રીક્ષા લઇ પહોંચ્યા ગરીબના ઝૂંપડે અને ગરીબ લોકો ને ખીચડી અને શાક ખવડાવી કોઈને કહેતા નહિ એવું ખાનગીમાં કહી જતા રહ્યા હતા પરંતુ કેટલાક જાગૃત લોકો એઆ આખી વાત કેમેરામાં કેદ કરી અને ગરીબોના બેલી ને ખીચડી ખવડાવતા કેદ કરી લીધા હતા જોકે આ અમિત ભૂતિયા નામનોનો યુવાન અવાર નવાર નીકળે છે અને ગરીબોનો મસીહા બનીને શિયાળાના સમયમાં ગરમ વસ્રો પણ આપી જાય છે અને આજે કપરી પરિસ્થિતિમાં પોતે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર ગરબો સુધી પહોંચી ગયો અને ગરીબોને પોતાના હાથે ખવડાવી રાજી થયો હતો જોકે અમિત ભૂતિયાને જોઈ ગરીબ લોકો પણ રાજી થયા હતા ભૂખ્યાને ભોજનની આશા માં અમિતમાં ભગવાન દેખાવા લાગ્યો હતો  આમ તો અમિત ભૂતિયા પોતાના કામધંધામાં ખુબ વ્યસ્ત હોઈ છે પરંતુ ગરીબોના બેલી બની આજે કર્ફ્યુ વચ્ચે પણ જીવ જોખમ માં મૂકી લોકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.