////

PDP પાર્ટીમાંથી આ ત્રણ નેતાઓએ એકસાથે આપ્યું રાજીનામું

પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને જમ્મૂ સંભાગમાં મોટો આંચકો લાગ્યો છે. જેમાં PDPના ત્રણ મોટા નેતાઓએ રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું આપનાર પીડીપી નેતા ધમન ભસીન, ફલૈલ સિંહ અને પ્રીતમ કોટવાલ સામેલ છે. જેમાં ભસીન અને ફલૈલ સિંહ પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા,

આ ત્રણેયએ પાર્ટીમાંથી રાજીનામું આપતાં પત્ર પણ લખ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, સાંપ્રદાયિક તત્વોએ પાર્ટીને હાઇજેક કરી લીધી છે. એવામાં અમારી પાસે પાર્ટીને છોડવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી. સાથે જ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવતાં PDPની સ્થાપનાના પહેલાં દિવસે ભ્રષ્ટ અને વંશવાદી નેશનલ કોંફ્રેંસનું અલ્ટરનેટિવનો સેક્યુલર વિકલ્પ આપવાના ઉદ્દેશ્યથી પાર્ટી જોઇન કરી હતી.

નોંધનીય છે કે, 15 નવેમ્બરના રોજ PDPના સંસ્થાપક સભ્ય મુફજ્જર હુસૈન બેગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ડીડીસી ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઇને રાજીનામું આપ્યું હતું. બેગ 1998માં PDPની સ્થાપનાના સમયે પાર્ટી સાથે જોડાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published.