વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 1 કરોડથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 95 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,153 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 29,885 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. જ્યારે દેશમાં કુલ મોતની સંખ્યા 1,45,136 પર પહોંચી ચૂકી છે.
India's #COVID19 case tally crosses the 1-crore mark with 25,153 new infections; death toll at 1,45,136
— ANI (@ANI) December 19, 2020
Total numbers of recovered and active cases are 95,50,712 and 3,08,751 respectively pic.twitter.com/GSpwrMpiz2
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 1,00,04,600 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 95,50,712 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 3,08,751 કેસ એક્ટિવ છે.