/

ટ્રાફિક પોલીસકર્મી આવ્યો એમ્બ્યુલન્સની વ્હારે, 2 કિમી દોડ લગાવી ટ્રાફિક દુર કર્યો જુઓ Video

એક ટ્રાફિક પોલીસનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રાફીક પોલીસકર્મીએ એમ્બ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી હતી. જે વીડિયો હવે વાઇરલ થતા સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે.

એમ્બ્યુલન્સ હૈદરાબાદના એબિડ્સથી કોટી તરફ જઈ રહી હતી. તે દરમિયાન એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. બીમાર દર્દીને સારવાર અર્થે લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કરવા ટ્રાફીક પોલીસકર્મીએ દોડ લગાવી હતી. ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલની ઓળખ બાબજીના રૂપમાં થઈ છે.

મહત્વનું છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હૈદરાબાદ પોલીસે બાબજીનું સન્માન કર્યુ હતુ અને તેને નિષ્ઠા પુર્વક કરેલી કામગીરીને બીરદાવી હતી.

સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે કે, એમ્બ્યુલન્સને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રસ્તા પર દોડ લગાવી હતી. જેને લઇ પોલીસ કમિશ્નર અનિલ કુમારે વીડિયો ટ્વિટ કરી બાબજીની પ્રશંસા કરી હતી. આ તકે તેઓએ લખ્યું કે, હૈદરાબાદ ટ્રાફિક પોલીસકર્મી બાબજીએ એમ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કર્યો હતો. HTP નાગરિકની સેવામાં.

“આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરા પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો. આ તકે તેઓએ લખ્યું કે, હૈદરાબાદ પોલીસકર્મીએ એમ્બ્યુલન્સની મદદ માટે 2 કિલોમીટરની દોડ લગાવી. આશા છે કે, દર્દી સાજો હશે. #IndiaSalutesYou સમર્પણ અને સેવા માટે .”

Leave a Reply

Your email address will not be published.