////

આગામી 10થી 12 દિવસમાં 2-18 વર્ષના બાળકો પર Covaxin નું ટ્રાયલ શરૂ થશે

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરમાં બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં 2 થી 18 વર્ષ સુધીના બાળકો પર પણ કોવેક્સિનનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, 2 થી 18 વર્ષની વયજૂથના બાળકો પર કોરોના વિરોધી વેક્સિન કોવેક્સિનનું ટ્રાયલ આગામી 10 થી 12 દિવસમાં શરૂ થઈ જશે. જ્યાં કોરોનાની પ્રથમ લહેરને બાળકો માટે ઓછી ઘાતક માનવામાં આવી, જ્યારે બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે.

ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે પણ વધારે ઘાતક સિદ્ધ થવાની છે. એવામાં બાળકોના વૅક્સિનેશનને લઈને કેન્દ્ર સરકારે ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

આ અંગે નીતિ આયોગના સભ્ય વીકે પૉલના જણાવ્યા મુજબ, કોવેક્સિનને 2 થી 18 વર્ષના વયજૂથ માટે ફેઝ 2 અને 3ના ક્લીનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાની મંજૂરી મળી ગઈ છે. પૉલનું કહેવું છે કે, તેમને કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ આગામી 10-12 દિવસોમાં શરૂ થવાનું છે. હૈદરાબાદમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોવેક્સિનને કોરોનાના તમામ પ્રકારના નવા વેરિઅન્ટ સામે અસરકારક માનવામાં આવે છે.

સાથે જ એવું કહેવાય છે કે, આ ટ્રાયલ દિલ્હી અને પટનાની એઈમ્સ અને નાગપુર સ્થિત મેડિટ્રિના ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ સહિત વિવિધ સંસ્થાઓમાં કરવામાં આવશે. સૌ પ્રથમ ભારત બાયોટેક 525 સ્વસ્થ વૉલેન્ટિયર્સ પર આ ટ્રાયલ કરશે.

Leave a Reply

Your email address will not be published.