///

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલી કોર્ટમાં સુનાવણી શરૂ થશે

રાજ્યના 4 મહાનગરો સિવાય અને અન્ય શહેરોમાં માઈક્રો કન્ટેમનમેન્ટ વિસ્તાર બહાર આવેલી કોર્ટમાં કોરોનાથી બચવાની તમામ ગાઈડલાઈનનું પાલન કરી 23મી નવેમ્બરથી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટનો રજીસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 23મી નવેમ્બરથી રાજ્યના 4 મહાનગર અને માઈક્રો કન્ટનમેન્ટ વિસ્તાર બહાર આવેલી કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરી શકાશે.

હાલ સવારે 10.45થી સાંજના 4 કલાક સુધી જ ફિઝિકલ સુનાવણી કરી શકાશે. દરેક કોર્ટમાં કોવિડ-19 અધિકારીની નિમણુંક કરવું અનિવાર્ય રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તાલુકા કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના અગાઉના પરિપત્ર પ્રમાણે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ તકે ગાઇડલાઇન મુજબ માસ્ક પહેર્યા વગર કોઈપણ વકીલ કે સ્ટાફના લોકોને કોર્ટમાં હાજરી આપવામાં આવશે નહિ. કોર્ટમાં પ્રવેશવાના માર્ગ પર તમામને ફરજિયાત પ્રમાણે થર્મલ સ્ક્રીનિંગથી શરીરનું તાપમાન ચેક કરાવવાનું રહેશે. કોર્ટ રૂમ, બેઠકો, ડાયસ વગેરે, કેસ વિન્ડો તમામને સંપૂર્ણ સેનેટાઈઝ કરવાની રહેશે. તમામ જ્યુડિશિયલ અધિકારી, વકીલ અને સ્ટાફના લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું ફરજીયાત રહેશે. કોર્ટ પરિસરમાં આવેલા એટીએમને પણ બંધ રાખવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટના પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સિપાલ જજ PWD અને માર્ગ – મકાન વિભાગને જ્યુડિશિયલ અધિકારી અને વકીલોને બેસવા વચ્ચે પ્લેક્સી ગ્લાસ લગાડવાનો આદેશ કર્યો છે. આજ રીતે કોર્ટના વહીવટી વિભાગમાં પણ પ્લેક્સી ગ્લાસ લગાડવામાં આવે જેથી સોશિયલ ડિસ્ટનસિંગની જાળવણી થાય. અરજદારને જરૂર વગર કોર્ટ પરિસરમાં હાજર ન થવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.