//

ગુજરાત પેટાચૂંટણી : 1 વાગ્યા સુધીમાં સરેરાશ 31 ટકા મતદાન નોંધાયું

કોરોના મહામારી વચ્ચે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 1 વાગ્યા સુધીમાં 31 ટકા મતદાન થયું છે.

ઉલ્લેખનિય છે કે 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આજે મંગળવારે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ છે. ત્યારે આ તમામ બેઠક પર અત્યાર સુધી એટલે કે 1 વાગ્યા સુધીમાં 31 ટકા મતદાન થયું છે.

મહત્વનું છે કે પેટાચૂંટણીને લઇને મતદાતાઓ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકશે. જેમાં કોરોનાને લઇને તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

પેટાચૂંટણીમાં 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમા સીલ થશે. જેના પરીણામની 10 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે મતગણતરી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published.