//

શહેરનો વિચિત્ર કિસ્સો : બે પાલતુ કુતરા-કૂતરીને કારણે પાડોશીઓ જાનીદુશ્મન બન્યા

ઇસનપુરમાં પાલતુ કૂતરા-કૂતરીનાં કારણે બંને પાડોશીઓ એકબીજાનાં દુશ્મન બનયા. ઇસનપુરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં બે પાડોશીઓ પોતાના પાલતુ કૂતારા-કૂતરીઓના  કારણે એકબીજા દુશમનો બન્યા છે. મામલો એટલી હદે વણસી ગયો કે ઇસનપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

શહેરનાં ઇસનપુરના રામવાડી ટેકરો વિભાગ૧માં રહેતા રોહિત ખેતડીયા સોમવારે પોતાના પાલતુ કૂતરા જર્મન શેફરને લઇને બહાર આંટો મારવા નીકળયા હતાં. દરમિયાનમાં જ તેમના આકાશ પરમાર પણ પોતાની પાલતુ કૂતરી સાથે બહાર ફરવા નીકળયા હતાં. ત્યારે રોહિતનું જર્મન શેફર અને આકાશની કૂતરી એકબીજા સાથે મસ્તી કરવા લાગ્યા હતાં. જેને જોઇને આકાશ ઉશ્કેરાઇ જતા પોતાની કૂતરીને માર મારવા લાગ્યો હતો. તેમજ આકાશે રોહિતને કીધુ હતુ કે, તું તારા કૂતરાને મારી કૂતરી પાસે કેમ લાવયો. તેના ઉત્તરમાં આકાશે રોહિતને તેના કૂતરાને બાંધીને રાખવા કહ્યુ હતું. આ વાત પર બંનેની ગાળાગાળી થઇ હતી. તેમનો મામલો વણસી જતા બંન્ને મારા-મારી કરી હતી. જેથી આજુ-બાજુમાં ટોળુ એકઠુ થયુ હતું. રોહિત અને આકાના ઝઘડા દરમિયાન પોલીસને કોિ વ્યકિતએ કંટ્રોલ રૃમમાં જાણકારી આપી હતી. જેથી પોલીસ આવી પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે હમણા જ કેટલાક દિવસ પહેલા આવોજ કિસ્સો રામોલમાં બન્યો હતો. જેમાં પાલતુ બિલાડીના કારણે બાજુમાં રહેતા પાડોશીઓ એકબીજાનાં જાની દુશ્મન બની ગયા હતાં. તેમજ રામોલ મથકમાં આ અંગે ફરિયાદ પણ દાખલ થઇ હતી. 

Leave a Reply

Your email address will not be published.