////

US Election: જો બાઈડેનની આસપાસ અમેરિકી સીક્રેટ સર્વિસે વધારી સુરક્ષા

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને મતોની ગણતરી ચાલુ જ છે. ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન જીતની ખૂબ નજીક પહોંચી ગયા છે અને તેમણે પરિણામો આવ્યા બાદ હિંસાની આશંકા પણ વ્યક્ત કરી છે. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિને સુરક્ષા આપનાર એજન્સી સીક્રેટ સર્વિસએ જો બાઇડેનની સુરક્ષા વધારી દીધી છે.

મળેલી માહિતી પ્રમાણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જો બાઇડેનએ પણ કહ્યું છે કે, પરિણામ આવ્યા પછી હિંસા થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખતાં રાષ્ટ્રપતિની સુરક્ષાના સ્તરને વધારવામાં આવ્યું છે. સાથે જ જો બાઇડેન આજે પોતાના ચૂંટણી કાર્યાલયથી જીતની જાહેરાત કરી શકે છે. એવામાં કોઇ પણ હિંસાનો સામનો કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેને અત્યાર સુધી 263 ઇલેક્ટોરલ વોટ્સ પ્રાપ્ત કર્યા છે અને બહુમતથી ફક્ત 7 વોટ દૂર છે, તો બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 214 ઇલેક્ટોરલ વોટ્સ છે. જીત માટે કોઇપણ ઉમેદવારને 270 ઇલેક્ટોરલ વોટ્સની જરૂરિયાત હોય છે.

તો જો બાઇડેનએ કહ્યું છે કે ‘ફેરફાર માટે રેકોર્ડ મતદાન થયું છે અને અમે તેને જીતવા જઇ રહ્યા છીએ. અમે નેવાદામાં આગળ જઇ રહ્યા છીએ અને અમે પેન્સિલવેનિયામાં થોડા પાછળ છીએ. અત્યાર સુધી સૌથી વધુ મત મળ્યા છે. હું ગત 24 વર્ષોમાં એરિજોનામાં જીતનાર પ્રથમ ડેમોક્રેટિક છું. તેમણે આગળ કહ્યું કે, લોકોએ જળવાયુ પરિવર્તન માટે મતદાન કર્યું છે. અમે અંતિમ પરિણામોની રાહ જોઇ રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.