///

COVID-19 : UKએ Pfizer-BioNTech વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી

યુકેની સરકારે કોરોના વેક્સિનને લઇને મહત્વનો નિર્ણય લેતા આગામી અઠવાડીયે કોરોના વેક્સિન લોકોને આપવાની શરૂઆત કરશે.

યુકે સરકારે આજે ફાઇઝર-બાયોએનટેક (Pfizer-BioNTech) ની કોરોના વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી છે. જે આગામી સપ્તાહથી લોકોને આપવામાં આવશે.

મેડિસિન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરીટી (MHRA)એ આ વેક્સિનને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે.

અમેરિકા ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા સુધી અસરકારક સાબિત થઈ છે.

કંપનીના જણાવ્યાં અનુસાર વેક્સિન ઉંમરલાયક લોકો પર અસરકારક સાબીત થઇ રહી છે. જેની હજુ સુધી કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ફાઈઝર ડિસેમ્બર સુધી વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.