///

UNનો ઐતિહાસિક નિર્ણય, ભાંગને દવારૂપે માન્યતા આપી

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કરવામાં આવેલા ઐતિહાસિક મતદાન બાદ ભાંગને અંતે એક દવાના રૂપમાં માન્યતા આપી દેવામાં આવી છે. જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષજ્ઞોની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય કર્યો છે.

જેમાં સંયુક્ત રાષ્ટ્રના માદક પદાર્થ આયોગે ભાગંને તે ડ્રગ્સના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. જેમાં હેરોઇન જેવા ખતરનાક ડ્રગ્સ પણ સામેલ હતા. ત્યારે હવે ભાંગને દવા રૂપે માન્યતા આપવામાં આવી છે. આ યાદીમાં તે તમામ ડ્રગ્સને રાખવામાં આવે છે જે ખુબ જ એડિક્ટિવ છે, માણસોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક હોય છે અને જેના મેડિકલ ફાયદા ખુબ જ ઓછા અથવા તો ના બરાબર હોય છે. આ યાદીમાંથી ભાંગને હટાવી લેવામાં આવી છે. જોકે, UNના કાયદા અનુસાર, ભાંગને હજુ પણ નોન મેડિકલ ઉપયોગ તરીકે એક પ્રતિબંધિત ડ્રગ્સ જ માનવામાં આવશે.

આ ઉપરાંત પ્રતિબંધિત માદક પદાર્થોની યાદીથી ભાંગને હટાવવા માટે સંયુક્ત રાષ્ટ્રે મતદાન કરાવ્યું હતું. આ મતદાનના પક્ષમાં 27 દેશોને તે 25 સભ્યોએ આના વિરૂદ્ધ મતદાન કર્યું. આ ઐતિહાસિક મતદાન દરમિયાન અમેરિકા અને બ્રિટનના બદલાવના પક્ષમાં મતદાન કર્યું. ત્યારે ભારત, પાકિસ્તાન, નાઇઝીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો.

તો સાથે જ UNના આ નિર્ણય બાદથી બનેલી દવાઓના ઉપયોગમાં વધારો જોવા મળી શકે છે. આ સિવાય ભાંગને લઇને સાઇન્ટિફિક રિસર્ચને પણ ઘણું પ્રોત્સાહન જોવા મળી શકે છે. યૂએનના આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે, કેટલાક દેશ પણ ભાંગ અને ગાંજાના ઉપયોગને લઇને પોતાની પૉલિસીમાં ફેરફાર લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.