/

રિલાયન્સમાં કામ કરતા કર્મચારીઓની દયનીય પરિસ્થિતિ, પાંચ માસનું પગાર છે પેન્ડિંગ

અમરેલી જિલ્લાના રજુલા તાલુકામાં આવેલ રિલાયન્સ કંપની દ્વારા મધ્યમ વર્ગના કર્મચારીઓ ઉપર અન્યાય કરવામાં આવતા કલેકટરને પત્ર લખી રજુઆત કરાઈ છે. રાજુલા તાલુકામાં આવેલ રિલાયન્સ(PSL) કંપની દ્વ્રારા મધ્યમ વર્ગના 1000 જેટલા કર્મચારીઓ અને કારીગરોને પાંચ માસનો પગાર આપવામાં ન આવતા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી રાજ્ય જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે 1000 જેટલા કર્મચીઓને પાંચ માસનું પગાલ અને ઉપાડ આપવામાં ન આવતા તેઓની હાલત કફોડી બની છે કોરોના પગલે સરકાર લોકોને આર્થિક સહાય કરી રહી છે સાથેજ સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા અનુદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કર્મચારીઓ પર પણ ધ્યાન આપવામાં આવે અને તેમને આર્થિક સહાય પહોંચાડવામાં આવે તેવી કર્મચારીઓ દ્વ્રારા રજુઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.