///

ચીનને વધુ એક ઝટકો, અમેરિકાએ 59 કંપનીઓ પર પ્રતિબંધ જાહેર કર્યો

અમેરિકાએ ચીનને વધુ એક મોટો ઝટકો આપતા કાર્યવાહી કરી છે. અમેરિકી વાણિજ્ય મંત્રાલયે 59 ચીની સાઇન્ટિફિટિક અને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ પર પ્રતિબંધ લાગવાની જાહેરાત કરી છે, તેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન (SMIC) પણ છે. અમેરિકાએ આ કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જણાવ્યો છે, આ સાથે વિદેશ નીતિને વિપરીત ગણાવી દીધી છે. આ પહેલા પણ પ્રશાસને ચીન વિરુદ્ધ ઘણા મોટા અને આકરા પગલા ઉઠાવ્યા હતાં.

વાણિજ્ય વિભાગના બ્યૂરો ઓફ ઈન્ડસ્ટ્રિઝ એન્ડ સિક્યોરિટી (BIS) દ્વારા બહાર પાડેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SMIC સહિત 59 કંપનીઓના ચીની સાથે સંબંધ છે. કોમર્સ સેક્રેટરીએ કહ્યું કે, ચીને પોતાના સૈન્ય આધુનિકિરણ માટે અમેરિકી ટેક્નોલોજીનો લાભ ઉઠાવ્યો છે, પરંતુ હવે આમ નહીં થાય. અમે તે દરેક કંપની વિરુદ્ધ કાર્યવાહી કરીશું જે કોઈપણ રીતે ચીની સેના સાથે જોડાયેલી છે.

તેઓએ વધુમાં કહ્યું કે, આ નક્કી કરવા માટે SMIC ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ને અમેરિકી ટેકનીકથી મજબૂત કરતા નથી, તેથી તેને આ યાદીમાં રાખવી જરૂરી હતી.

આ જાહેરાત બાદ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, દક્ષિણ ચીન સાગરમાં ચીનના દબાવને ખતમ કરવા માટે પણ કેટલાક પગલા ભર્યા છે. તેઓએ કહ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ પણ જહાજ બનાવવાને લઈને રિસર્ચ કરનાર 25 સંસ્થાઓને આ યાદીમાં નાખવા જઈ રહ્યાં છે. આ સિવાય PLAને રિસર્ચ, ડેવલોપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં મદદ કરનાર 6 અન્ય ઓર્ગેનાઇઝેશન પર કાર્યવાહી કરવામાં આવશે.

એટલું જ નહીં પોમ્પિયોએ માનવાધિકારોના ઉલ્લંઘન માટે ચાર ચીની કંપનીઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, ચીનને વીગર મુસલમાનો સહિત તમામ અલ્પસંખ્યકોનું સન્માન કરવુ જોઈએ. અમેરિકા માનવાધિકારોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને તેનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શી જિનપિંગના નેતૃત્વ વાળી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)એ શિનજિયાંગમાં લગભગ 1.1 કરોડ વીગર મુસલમાનોના અધિકારો પર ઘણા આકરા પ્રતિબંધ લગાવી મોટા પાયા પર તેનું શોષણ કર્યું છે. તેમને ત્યાં કેદીઓની શિબિરની જેમ રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.