///

US અને ઈઝરાયેલ લાંબા સમયથી એલિયન્સ સાથે કામ કરી રહ્યાં છે : ઈઝરાયલના સ્પેસ અધિકારીનો દાવો

તાજેતરમાં ઈઝરાયલના સ્પેસ સિક્યોરિટી પ્રોગ્રામ ચલાવનારા એક અધિકારી દ્વારા એલિયન્સના અસ્તિત્વ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. જોકે એલિયન્સ વિશેના કોઈ ચોક્કસ પુરાવા તો નથી મળ્યા, પરંતુ સમયાંતરે અલગ-અલગ થિયરીઓ એલિયન્સને લઈને આવતી રહે છે. એવામાં ઈઝરાયલના એક પૂર્વ જનરલ અને હાલ પ્રોફેસર હૈમ એશેદએ એક ઈન્ટર્વ્યુમાં દાવો કર્યો છે કે, એલિયન્સનું અસ્તિત્વ છે અને તે ખાનગી રીતે અમારી સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે અને પોતાનો સમય વીતાવી રહ્યાં છે.

વર્ષ 1981થી 2010 સુધી ઈઝરાયલના સ્પેસ સિક્યોરિટી કાર્યક્રમમાં કામ કરનારા હૈમ અશેદેએ એક ઈઝરાયલી અખબારને જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયલ લાંબા સમયથી એલિયન્સ સાથે કામ કરી રહ્યાં છે. ટ્રમ્પ એલિયન્સના અસ્તિત્વ વિશે ખુલાસો કરવાના હતા, પરંતુ ગેલેક્ટિક ફેડરેશનમાં એલિયને કહ્યું કે, થોભો લોકોને પહેલા શાંત થવા દો. તેઓ પહેલા આપણને સમજદાર બનાવવા માંગતા હતા.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ એલિયન્સના અસ્તિત્વની પુષ્ટિ કરી શકે છે, કારણ કે તે લાંબા સમયથી આપણી વચ્ચે જ છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, તેમનું પોતાનું સંગઠન ગેલેક્ટિક ફેડરેશન છે. આ ઉપરાંત એલિયન્સ એ દિવસ સુધી પોતાના અસ્તિત્વ વિશેને કોઈ પણ વાતને ખાનગી રાખવા માટે સમજૂતિ કરી છે, જ્યાં સુધી લોકો શાંત ના થઈ જાય.

અમેરિકન સરકાર અને એલિયન્સ વચ્ચે એક સમજૂતિ સધાઈ છે. તેમણે અમારી સાથે એક કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યાં છે. તેઓ પણ બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ આપણને મદદગાર તરીકે જુએ છે. મંગળ ગ્રહ પર અંડરગ્રાઉન્ડ જગ્યા પર છે, જ્યાં આપણા અમેરિકન અંતરિક્ષ યાત્રીઓ પણ છે.

Leave a Reply

Your email address will not be published.