///

એતિહાસિક રામ મંદિરના સ્થાપનાની શરૂઆત ગુજરાતી બેહનોના હસ્તે થશે

અયોધ્યામાં રામ મંદીરનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મંદીરનાં નિર્માણમાં રાજસ્થાનનાં ગુલાબી પત્થરનો ઉપયોગ થશે. અયોધ્યાનાં મંદીરનાં પથ્થરો સાફ કરવા ગુજરાતની બહેનોની પરંદગી કરી છે. રામમંદીરનાં નિર્માણમાં મંદીરનાં ગુલાબી પથ્થરની અત્યાર સુધીમાં ૪૦ ટકા સફાઇ થઇ ચૂકી છે. જયારે ૬૦ ટકા હજુ પણ બાકી છે. આ મંદીરના સફાઇની  કાર્યમાં ગુજરાતની ભોઇ સમાજની મહિલાઓની પસંદગી થઇ છે. ભોઇ સમાજની મહિલા અયોધ્યા મંદીરમાં પથ્થર સાફ-સફાઇ કરશે. ગુજરાતનાં ભોઇ સમાજની વાત કરીએ તો ભોઇ સમાજની આ મહિલાઓ વર્ષોથી પથ્થરનાં સફાઇ કામ સાથે જોડાયેલી છે. હિંદુ લોકોનો હોળી તહેવારનાં પહેલાજ પથ્થરોનાં સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે. ભોઇ સમાજની મહિલાઓનો પથ્થર સાફ કરવાા પાછળ મજુરીનો ખર્ચ રોજનાં ૪૦૦ રૂપિયા નક્કી કરાયો છે. મહિલાઓ વર્ષોથી કાળા થઇ ગયેલા પથ્થરોને ગુલાબી બનાવશે. રામ મંદીર હિંદુ ધર્મના લોકો, મહંતોનું સપનું હતું. જે હવે નિર્માણ પામવા જઇ રહ્યુ છે. અયોધ્યાનાં રામમંદીરનો ચુકાદો હિંદુઓનાં તરફેણમાં આવ્યા બાદ પુરજોશમાં રામ મંદીર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.