//

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું, કહ્યું – કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારુ નહોતુ પરંતુ…

બિહારની ચૂંટણી પુરી થયા બાદ રાજકારણ ગરમાયું છે. એનડીએથી હાર્યા બાદ મહાગઠબંધનના સહયોગી દળોમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. પહેલા આરજેડીના સિનિયર નેતા શિવાનંદ તિવારી કોંગ્રેસ પર પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની કાર્યશૈલીના કારમે ભાજપને મદદ મળી રહી છે. હવે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે બિહાર વિધાનસભાની ચૂંટણી અને હાલમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર વાત કરી છે.

સિબ્બલે કહ્યું કે બિહારમાં જોઈએ તો એનડીએ બાદ આરજેડી બીજા નંબરની પાર્ટી હતી. કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારુ નહોતું. પરંતુ પાર્ટીના નેતૃત્વનું માનવું છે કે હારને લીધે પાર્ટીનું કામ ન રોકાવું જોઈએ. મને આશા છે કે કોંગ્રેસ બિહારમાં મળેલી હાર પર આત્મનિરીક્ષણ કરશે.

કપિલ સિબ્બલે પ્રાઇવેટ અખબાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે દેશના લોકો ન ફક્ત બિહારમાં પરંતુ જ્યાં પણ પેટા ચૂંટણી થઈ છે ત્યાં દેખીતી રીતે કોંગ્રેસને એક પ્રભાવશાળી વિકલ્પ નથી માની રહ્યાં. આ એક નિષ્કર્ષ છે. આખરે બિહારમાં એક વિકલ્પ આરજેડી જ હતી. અમે ગુજરાતમાં તમામ પેટા ચૂંટણીઓ હાર્યા છે. લોકસભા ચૂંટણીમાં પણ અમે સીટ નથી જીત્યા. ઉત્તર પ્રદેશના કેટલાક નિર્વાચિન વિસ્તારોમાં થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ 2 ટકાથી ઓછા વોટ મેળવ્યા છે. ગુજરાતમાં અમારા 3 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી છે. અમને આશા છે કે કોંગ્રેસ આ તમામને લઈને આત્મનિરિક્ષણ કરશે.

કોંગ્રેસે 6 વર્ષના પોતાના પ્રદર્શનને લઈને આત્મનિરિક્ષણ કેમ ન કર્યું? તેના જવાબમાં સિબ્બલે કહ્યું કે આ સંગઠનાત્મક રુપે કોંગ્રેસની ભૂલ છે. અમે જાણીએ છીએ કે શું ખોટું છે. મને લાગે છે કે અમારી પાસે હાલ કોઈ જવાબ નથી. કોંગ્રેસ પાર્ટી પોતે તમામ જવાબ જાણે છે. પરંતુ તે તે જવાબોને ઓળખવા તત્પર નથી. જો તે જવાબોને ન ઓળખી શકે છે તો ગ્રાફમાં ઘટાડો ચાલુ રહેશે. આ અફસોસજનક છે કે કોંગ્રેસ હજું પણ એલર્ટ નથી થઈ શકી. અમે તેને લઈને ચિંતિત છીએ.

Leave a Reply

Your email address will not be published.