///

ફ્રાંસના આતંકી હુમલાનો ભોગ બનેલી મહિલાએ મૃત્યુ પહેલા કહ્યું કે,….

ફ્રાન્સના નીસ શહેરના એક ચર્ચ પાસે થયેલા આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, તેમનો દેશ ધાર્મિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ મજબૂતાઈથી ઊભો રહેશે. દેશમાં બીજીવાર થયેલા આ હુમલાને ઈસ્લામિક આતંક ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ફ્રાન્સ પોતાના મૂલ્યોથી ક્યારેય હાર નહીં માને.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના નીસ શહેરના ચર્ચ નોટ્રેડેમ બેસિલિકામાં એક પ્રવાસીએ 30 સેન્ટીમીટરના ચાકૂથી ત્યાં હાજર લોકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં એક 60 વર્ષની મહિલાની સાથે સાથે 55 વર્ષના એક ચર્ચકર્મીનું પણ આતંકીએ ગળું ચીરીને હત્યા કરી નાખી. એક 44 વર્ષની મહિલા હુમલામાં ઘાયલ થઈ અને ભાગીને એક રેસ્ટોરામાં ઘૂસી પણ તે પોતાની જાતને બચાવી શકી નહી. મળેલ માહિતી મુજબ આ મહિલાએ મરતા પહેલા કહ્યું હતું કે ‘મારા બાળકોને કહેજો. હું તેમને ખુબ જ પ્રેમ કરું છું.’

આ હુમલાખોરની ઓળખ 21 વર્ષના બ્રાહિમ ઓઈસ્સોઈ તરીકે થઈ છે. જે ગત મહિને ઈટાલી આવ્યા બાદ ત્યાંથી ફ્રાન્સ આવ્યો હતો. બ્રાહિમની પાસે કુરાનની એક કોપી હતી અને તેની સાથે ત્રણ ચાકૂ પણ હતા. જ્યારે પોલીસે તેના પર ગોળી ચલાવી તો તેણે ધાર્મિક નારા લગાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.