
સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જ્યારે કોરોના સામે લડવા અને તેનાથી બચવા સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવાના સૂચના આપવામાં આવી રહ્યા છે સાથેજ સામાજિક અંતર રાખવાની પણ અપિલ કરવામાં આવી રહી છે. કોરોના સામે સરકાર લોકજાગૃતિ માટે કાયદાઓનો ઉપયોગ કરી રહી છે આવી પરિસ્થિતિમાં રાજ્યના ગ્રામ્યવિસ્તાર દ્વારા આગેકૂચ કરાઈ છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો જાગૃત જોવા મળી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના ભુવલડી ગામની ગ્રામપંચાયત દ્વારા ઘરે- ઘરે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથેજ ગ્રામ્યજનોને ઘર આંગણે શાકભાજી મળી રહે તેવી વ્યવ્સ્થા પણ ગ્રામપંચાયત દ્વારા કરાઈ છે. એટલુંજ નહીં ગામમાં બહારથી આવતા લોકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે.. તેવી પરિસ્થિતિમાં સરકારા દ્વારા સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું છે. અને સામાજિક અંતર રાખવા અપીલ પણ કરાઈ રહી છે. ત્યારે ગ્રામ્યજનોએ જાગૃત બની શહેરીજનોને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.