///

શેરબજારમાં ઉથલપાથલ સર્જાતા વિશ્વના ટોપ 10 અમીરોની સંપતિને ખરબ રૂપિયાનું થયું નુકસાન

હાલમાં દુનિયાભરના શેર બજારોમાં ભારે ઉથલ પાથલ ચાલી રહી છે. ત્યારે દુનિયાના ટોપ 10 અમીરોની સંપતિમાં ભારે ફટકો પડયો છે. માહિતી મળ્યા મુજબ અમીરોને એક જ દિવસમાં ખરબ રૂપિયાનું નુકશાનીનું અપડેટ આવ્યું છે.

આ ઉપરાંત દુનિયાના બીજા નંબરના અમીર બિલગેટસ એક ક્રમ નીચે આવી ગયા છે અને તેઓની જગ્યાએ અનાર્ટ ફેમીલીએ લઇ લીધું છે. બિલ ગેટસ હવે ત્રીજા સ્થાને આવી ગયા છે, તો ભારતનાં સૌથી અમીર મુકેશ અંબાણીના નેટવર્થમાં લગભગ 1 અરબ ડોલરનો ઘટાડો થયો છે. તો અમેરિકી શેરબજાર લગભગ 3.5 ટકાથી વધારાના ઘટાડા સાથે રેડ સિગ્નલ પર બંધ થયુ હતું.

તો બીજી તરફ ફેસબુકનાં શેરમાં પાંચ ટકાથી વધારેનો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે, દુનિયાના અલગ-અલગ ભાગોમાં શેરબજાર ખુલ્યા બાદ દર 5 મિનિટમાં આ ઇન્ડેકસ અપડેટ થાય છે.

Leave a Reply

Your email address will not be published.