///

દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો ધરખમ ઘટાડો

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં હવે 7 અબજ ડોલરનો ધરખમ ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો ગત વર્ષની સરખામણીએ 15 ટકા ઘટ્યો છે. જેના કારણે સોમવારે RILના શેરોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, જે આજે પણ ચાલુ છે. સોમવારે રિલાયન્સના શેર લગભગ 9 ટકા સૂધી તૂટ્યા હતા. 23 માર્ચ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આ સૌથી મોટો ઘટાડો રહ્યો.

આ ઘટાડાથી રિલાયન્સની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ. જેના કારણે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર યાદી મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ પણ 6.9 અબજ ડોલર ઓછી થઈ ગઈ. હવે મુકેશ અંબાણીની સંપત્તિ 71 અબજ ડોલર થઈ ગઈ છે. ફોર્બ્સની ટોપ 10 અમીરોની યાદીમાં તેઓ 9માં નંબરે ધકેલાઈ ગયા છે. જોકે ગઈકાલ સુધી તેઓ 8મા નંબરે, તે અગાઉ 5મા નંબરે હતા.

આ ઉપરાંત શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામો આવ્યા હતા. RILનો નફો 15 ટકા ઘટીને 9850 કરોડ રૂપિયા થયો. કોરોના સંકટના કારણે ઈંધણની ડિમાન્ડમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. રેવન્યુ પણ 24 ટકા ઘટીને 1.16 લાખ કરોડ રૂપિયા રહી.

Leave a Reply

Your email address will not be published.