////

કોરોનાના મોત મામલે WHO એ કર્યો ખુલાસો, કહ્યું- સાચા આંકડા કરતાં સંખ્યા છે બે ગણી

કોરોના મહામારીના લીધે મોતનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, હકીકતમાં તસવીર વધુ ખૌફનાક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ શુક્રવારે કહ્યું કે 2020 માં દુનિયાભરમાં COVID-19 થી ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે, જે મૃતકોની સત્તાવાર સંખ્યા કરતાં બમણી છે. WHO એ કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી બતાવવામાં આવી છે.

એક પ્રાઇવેટ મીડિયા પાસેથી મળતી માહીતિ મુજબ WHO ની સહાયક મહાનિર્દેશકે કહ્યું કે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા બતાવવામાં આવેલા આંકડા કરતાં ઘણી વધુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વિશ્વ સ્વાસ્થ્ય આંકડાકીય રિપોર્ટમાં કહ્યું કે 31 ડિસેમ્બર 2020 સુધી દુનિયાભરમાં આઠ કરોડ 20 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 18 લાખથી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ પ્રારંભિક અનુમાનના અનુસાર આ સંખ્યા ખૂબ વધુ છે.

WHO એ કહ્યું કે 2020 માં COVID-19 વડે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે, જે દેશો દ્વારા બતાવવામાં આવેલા સત્તાવાર સંખ્યા કરતાં લગભગ 12 વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનને કોરોના મૃતકોની તાજા સંખ્યા 33 લાખ બતાવવામાં આવી છે. જ્યારે 2020 ના અનુમાન મુજબ જોવા જઇએ તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી થયેલા મોતની સંખ્યા ઓછી બતાવવામાં આવી છે.

તો બીજી તરફ WHO પ્રમુખે દુનિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યાં સુધી વેક્સિનમાં વૈશ્વિક અસમાનતા બની રહેશે, ત્યાં સુધી કોરોનાથી લોકોના મોત થતા રહેશે. તેમણે કહ્યું કે વેક્સિનેશનની ગતિ વધારવાની સાથે-સાથે એ પણ જરૂરી છે કે તમામ દેશ સુધી વેક્સિન પહોંચે. તમને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય મહામારી વચ્ચે સંગઠન આગામી અઠવાડિયે 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન કરવાને તૈયારી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.