////

કોરોના સામેની લડાઇમાં WHOએ આ રાજ્યની કરી પ્રશંસા, CMએ જનતા અને અધિકારીઓને પાઠવ્યા અભિનંદન

કોરોના દરમિયાન કરવામાં આવેલા કાર્યોની WHO દ્વારા કરવામાં આવેલી પ્રશંસા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે ફરજ નિભાવી રહેલા અધિકારીઓના વખાણ કર્યા હતાં.

CM યોગીએ કોવિડ-19 સામેની લડાઈમાં UP મોડેલની WHO દ્વારા કરવામાં આવેલી પ્રશંસા બાદ જનતાને અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે મુખ્યપ્રધાને કહ્યું હતું કે, કોવિડ -19 સામેની લડતમાં વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના કાર્યોને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વિશ્વની સર્વોચ્ચ સંસ્થા દ્વારા પ્રશંસા મળી તે સિદ્ધ કરે છે કે, પ્રદેશ સરકારે સાચી રણનીતિ લાગુ કરી હતી.

CM યોગીએ બુધવારે તેના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલોક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાને કહ્યું કે, વિભિન્ન દેશો અને ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડ-19ની બીજી વેવ જોવા મળી રહી છે. તેના માટે પ્રત્યેક સ્તર પર સંપૂર્ણ સતર્કતા જાળવી રાખતા ICU બેડની ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી.

મુખ્યપ્રધાને કોવિડ-19થી બચવા અને ઉપરચારની વ્યવસ્થાને સુદ્રઢ રાખવાના નિર્દેશ આપતા કહ્યું કે, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ સિસ્ટમ પહેલાની જેમ સક્રિય રાખવી જોઈએ. મુખ્યપ્રધાને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો હતો.

CM યોગીએ કહ્યું કે, ટીમ-11 દ્વારા સંપૂર્ણ સમન્વયની સાથે સારું પરિણામ આપ્યું છે. આગળ પણ આ પ્રકારનું કાર્ય ચાલુ રાખો. મુખ્યપ્રધાને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સંપૂર્ણ સક્રિયતાથી સંચાલિત કરવાના નિર્દેશ આપતા કહ્યું કે, કોવિડ-19ને રોકવા માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મહત્વની ભૂમિકા છે. મુખ્યપ્રધાને કોવિડ-19નું મેડિકલ ચેકઅપ રેન્ડમ આધાર પર કરવા નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.