////

પતિ ઓફિસે ગયા બાદ પત્ની બહાર જતી રહેતી, તપાસ કરી તો હોટેલમાં તેના જ મિત્ર સાથે…

રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિત્રો દ્વારા જ પોતાની મિત્રની પત્ની સાથે રંગરેલિયા મનાવાતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારબાદ યુવક પોતાની પત્નીને પિયર મુકી આવ્યો હતો. જો કે યુવતીના આશિક અને યુવકના મિત્રએ ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર એક યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંન્ને રાજકોટ આવી ગયા હતા. જો કે રાજકોટમાં યુવકનાં બે મિત્રો ઘરે આવતા રહેતા હતા. વારંવાર તેઓ આવતા જતા હોવાનાં કારણે યુવકને શંકા ગઇ હતી. જેથી તેણે ગુપ્ત રીતે પોતાના ઘરમાં સીસીટીવી લગાવી દીધા હતા. આ સીસીટીવીમાં યુવકનાં બે મિત્રો પોતાની પત્ની સાથે બિભત્સ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે જ્યારે પણ ઘરની બહાર નિકળે ત્યારે તેના મિત્રો ઘરે આવી જતા અથવા તો પત્નિ ઘરની બહાર જતી રહેતી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે મયુર પણ ચોંકી ઉઠ્યો હતો.

જો કે આખરે યુવકે પત્નીને રંગે હાથ ઝડપી લેવાનો નિર્ધાર કર્યો હતો. મયુર નિયમિત ક્રમ પ્રમાણે ઘરેથી નિકળ્યો હતો. જો કે તે જેવો બહાર નિકળ્યો થોડી જ વારમાં તેની પત્ની પણ ઘરની બહાર નિકળી હતી. જેથી યુવકે પોતાની પત્નીનો પીછો કરતા તે કુવાડવા રોડ પર આવેલી એક હોટલમાં પહોંચી હતી. જેથી થોડા સમય બાદ યુવકે હોટલમાં જઇને રૂમમાં પહોંચતા પોતાની પત્ની અને તેના મિત્રો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. જેથી યુવક તત્કાલ પત્નીને તેના પિયર મુકી આવ્યો હતો. જેથી ગિન્નાયેલા યુવકના મિત્રોએ તેને ધમકી આપી હતી કે તારી પત્નીને અહીં લઇ આવ નહી તો તને મારી નાખીશું. જેથી યુવકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Leave a Reply

Your email address will not be published.