//

આ મહિલાએ ભૂતની સાથે રિલેશનશીપમાં હોવાનો કર્યો દાવો

ભૂતનું નામ સાંભળતાની સાથે જ મનમા ડરનો અહેસાસ થવા લાગે છે. પરંતુ એક મહિલાએ દાવો કર્યો છે કે, તે ભૂતની સાથે રિલેશનશિપમાં હતી. એટલું જ નહી મહિલાએ દાવો કર્યો કે તેણે ભૂત સાથે વેકેશન પણ માણ્યું હતું.

આ મહિલા બ્રિટેનની રહેવાસી છે. જેનું નામ એમથિસ્ટ રીલ્મ છે. તેણે દાવો કર્યો છે કે, તે એક ભૂત સાથે સીરિયસ રિલેશનશિપમાં રહી હતી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો માને છે. મહિલાએ ભૂતનું નામ ‘રે’ જણાવ્યું છે.

રીલ્મનું કહેવું છે કે, તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી હતી. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. કદાચ તે કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો. ઉપરાંત તે ગત વર્ષોમાં અનેક ભૂતો સાથે સંપર્કમાં રહી છે. મહિલાનો દાવો છે કે, તે અત્યાર સુધીમાં લગભગ 12 ભૂતોને મળી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.