//

કોરોનાનો રિપોર્ટ આવે તે અગાઉ મહિલાનું મૃત્યું નિપજ્યું, અંતિમ સંસ્કાર કરાયા

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સુરતના કૂલપાડા વિસ્તારમાં રહેતી મહિલામાં બુધવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા જેથી તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તો આ મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવતા પહેલાજ તેનું મૃત્યું થયુ છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણ દેખાતા પારૂલબેન સુનિલભાઈ રાઠોડને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અરથે ખસેડવામાં આવ્યા હતા. તો આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે મહિલાનો હાલ કોરોનાનો રિપોર્ટ પેન્ડિંગ છે 40 વર્ષીય મહિલામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જણાતી નથી જેથી લોકલ ટ્રાન્સમિશનના કારણે ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે મહિલા કોરોનાથી પોઝિટિવ હતી કે નહીં તે રિપોર્ટ બાદ જ જાણી શકાશે. મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા છે. તો કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે મહિલાના અંતિમ સંસ્કાર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published.