/

મહિલા કોંગ્રેસે ઘોડા પર બેસી સરકારની નીતિને ગધેડે ચડાવી

ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સરકાર સામે મોરચો માંડતી રહે છે. એવામાં આજે મહિલા કોંગ્રેસે મોંધવારીને લઇને વિરોધ પ્રદર્શન યોજયું હતું અને સરકાર સામે દેખાવો કર્યા હતો. મોંધવારીનો વિરોધ કરવા માટે કોંગ્રી મહિલાઓ ઘોડાગાડી સાથે કલેકટર કચેરી પહોંચી હતી. કોંગ્રેસ સતત ધરણા પ્રદર્શન યોજી સરકાર વિરુદ્વ દેખાવ કરતી હોય છે. પરંતુ આજે ફકત કોંગ્રી મહિલાઓએ સરકાર સામે બાયો ચઢાવી હતી. છેલ્લા કેટલાક સમયથી પ્રેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને આંબ્યા છે.

જેમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજયુ હતું. કોંગ્રી મહિલાઓ ઘોડા ગાડી સાથે કલેકટર કચેરી પહોંચી હતી. કોગ્રી મહિલાઓ પ્રેટ્રોલ-ડીઝલના વધતા ભાવોેનો વિરોધ કરવા થાળી-વેલન, ગેસની બોટલ, તેલનો ડબ્બો લઇને વિરોધ કરવા પહોંચી હતી. કોંગ્રેસનાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ ગાયત્રી બા જાડેજા, તુષાર ચૌધરી અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. 

Leave a Reply

Your email address will not be published.