/

જગતનો તાત બન્યો ચિંતાતૂર, કોરોના સંકટમાં રાજ્યમાં કમોસમી વરસાદ

વિસાવદર શહેર તેમજ તાલુકામાં બપોરે વાતાવરણમાં ભારે ગરમી જોવા મળી હતી..જ્યારે બપોર બાદ અશાઢ મહિનાની જેમ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વિસાવદર શહેર તેમજ તાલુકામાં કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું…નોંધનીય છે કે કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે…આવી પરિસ્થિતિમાં વિસાવદર પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું. સાથેજ માનવતાના ઉદાહરણ રૂપે પોલીસ દ્વારા નિરાધાર લોકોને બિસ્કીટ વિતરણ કરાયું હતું અને લોકોને કામ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ કરાઈ હતી…

Leave a Reply

Your email address will not be published.