/

જગતમંદિરના ટ્રસ્ટ્રીએ શુકામ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ પહેલાના જનસંઘના કાર્યકર્તા અને હાલના દ્વારકાધીશ વ્યવસ્થાપક સમિતિના સદસ્ય ઉતર્યા ઉપવાસ આંદોલન પર , સ્મશાનમાં અનેક સમસ્યાને લઈ કર્યા ઉપવાસ આંદોલન માંગ નહિ સંતોષાઈ તો આત્મવિલોપન પણ કરવાની આપી ચીમકી. દેવભુમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ફરી એક વખત  નગરપાલિકા પર લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો અને સ્મશાનને લઈ અનેક સમસ્યાને કારણે સામાજિક કાર્યકર નટવરલાલ ગણાત્રાએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, નટવરલાલ ગણાત્રા જનસંઘના કાર્યકર્તાછે અને વડાપ્રધાનની અત્યંત નજીક પણ રહી ચૂકેલ છે અને હાલ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ટ્રષ્ટિ છે સાથેજ ખંભાળિયામાં સામાજિક કાર્યકર તરીકે સેવા આપે છે અને તેઓએ આજે ખંભાળિયા પાલિકા પર આક્ષેપો કરતા સ્મશાનની અંદર કોઈપણ જાતની સુવિધાઓના  મળતી હોય તેવા આક્ષેપો કર્યા છે

નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્મશાનમાં બેસવા માટે બાંકડા, બ્લોક ફેવર અને અન્ય સુવિધાઓનો અભાવ છે જ્યારે છ વર્ષ પહેલાં બનેલ ઇલેટ્રિક સ્મશાન પણ મોટાભાગે બંધ જ હોઈ છે તેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સાથેજ તે આ અંગે યોગ્ય નિકાલ નહિ આવે તો આત્મવિલોપન પણ ત્યાં જ સ્મશાનની અંદર કરવામાં આવશે તેમ પણ ચીમકી ઉચ્ચારી છે જોકે આ અંગે ચિફ ઓફિસર દ્વારા ખાતરી પણ અપાઈ છે કે તેઓની માંગ સંતોષી લેવામાં આવશે અને મોટાભાગે માંગણીઓ સંતોષાઈ ગઈ છે સાથે જ આજે રાત્રે તેના દ્વારા મિટિંગ પણ કરી અને યોગ્ય નિકાલ લાવવામાં આવશે. અને ઉલ્લેખનીય છે કે ખંભાળીયા નગરપાલિકા ભાજપ શાસિત છે અને ભાજપ શાસિત નગરપાલિકા સામે જગતમંદિરના ટ્રસ્ટી અને જનસંઘના કાર્યકર્તાને ઉપવાસ કરવા પડે એ સત્તાધારી માટે શરમજનક બાબત ગણી શકાય 

Leave a Reply

Your email address will not be published.