////

વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે જામનગરમાં, સરકારની મળી મંજૂરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહી છે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. બંન્ને સરકારો પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 280 એકરમાં વિશ્વના સૌથી મોટા ઝૂ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યાં મુજબ, કોરોના મહામારીના કારણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થયો છે. જો કે હવે તેને 2 વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ જામનગરના ઝૂ ને “ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ” તરીકે ઓળખવામાં આવશે.

આ અંગે માહિતી આપતા RILના ડિરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું કે, “આ પ્રોજેક્ટ પર અમે કામ શરૂ કરી દીધુ છે. આ ઝૂ વિશ્વનું સૌથી મોટું ઝૂ હશે. જે સિંગાપુરમાં બનેલા ઝૂ કરતાં પણ મોટું હશે. જેને અંદાજે 3000 એકરમાં બનાવવામાં આવશે. આવનારા દિવસોમાં આ ઝૂ નું મહત્વ સિંગાપુરના ઝૂ કરતાં પણ અધિક હશે. જેમાં વિવિધ પ્રજાતિઓના જીવ-જંતુઓને પણ રાખવામાં આવશે.”

આ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પ્રાણીઓ માટે અલગ-અલગ વિભાગ રાખવામાં આવશે. જેમાં ફૉરેસ્ટ ઑફ ઈન્ડિયા, ફ્રૉગ હાઉસ ઈન્સેક્ટ, લાઈવ ડ્રેગન લેન્ડ, એગ્જૉટિકા આઈલેન્ડ વાઈલ્ડટ્રેલ્સ ઑફ ગુજરાત એક્વેટિક કિંગડમ નામે સેક્શન બનાવવામાં આવશે. અહીં તમામ પ્રાણીઓ માટે તેમના અનુરુપ વાતાવરણ પુરુ પાડવામાં આવશે.

અહીં જાનવરોની પ્રજાતિઓ વિશે વાત કરીએ તો, બાર્કિંગ ડિયર્સ, ફિશિંગ કેટ્સ, સ્લોથ બીયર્સ, કોમોડો ડ્રેગન્સ જેવા મુખ્ય આકર્ષણ હશે. આ સિવાય આફ્રિકન સિંહ, દિપડો, ચિત્તો, જિરાફ, આફ્રિકન હાથી જેવા જાનવરો પણ હશે. આવી જ રીતે ફ્રૉગ હાઉસમાં 200 અલગ-અલગ પ્રકારના તો એક્વેટિક કિંગડમમાં 350 પ્રકારની માછલીઓ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.