//

વર્ષો જૂની ધોળાકૂવાની પરંપરા કોરોનાને કારણે તૂ઼ટી

રાજ્યમાં છેલ્લા 165 વર્ષથી ચાલી આવતી ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા કોરોના મહામારીને પગલે તૂટી છે. ગુજરાતના ગાંધીનગર જીલ્લામાં આવેલા માણસા તાલુકાના ધોળાકુવા ખાતે દિવાળીના દિવસે માતાજીના ફૂલોના ગરબા તથા જાહેર મેળાવડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ અંગે 15 નવેમ્બરે ગરબા અને મેળો યોજવો કે નહીં તેને લઈ નિર્ણય લેવા અંગે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી. પરંતુ શિયાળો આવતા જ કોરોનાના કોસો વધતા તેમજ ગ્રામજનોની સલામતીને ધ્યાને રાખી ધોળાકુવા – શબ્દલપુરા ગ્રામ પંચાયત કચેરી દ્વારા આ વર્ષે તમામ આયોજનો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

આ અંગે શબ્દલપુરા ગ્રામ પંચાયતે પત્ર લખીને જણાવ્યું હતું કે, આ સાથે જ કોઇપણ સ્ટોલ કે દુકાન પણ એ દિવસે ખુલ્લી ન રાખવા અપીલ કરાઈ છે. તેમજ સ્થાનિકો અને દિવાળીના દિવસે બહારથી ગામમાં આવતા મહેમાનોને પોતાના ઘરેથી જ માતાજીની આરતી અને આરાધના કરવાની વિનંતી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ધોળાકુવા ગામમાં દિવાળીના તહેવારોમાં ગામમાં રાંગણી માતાજીના માનતાના 35 ફુટ ઉંચા અને 20 ફુટ પહોળા ફુલોના ગરબા બનાવવામાં આવે છે. જેમાં દરરોજ ફુલોના ગરબાને માઇભક્તો માથે લઇને ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે. ગામના પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો દ્વારા આ ગરબા યોજાય છે. જેમાં સમગ્ર ગામને રોશનીથી શણગાર સજાવવામાં આવે છે. આ માતાજી માટે લોકો માનતા પણ માને છે, જેથી આ દિવાળીને દિવસે ગુજરાતભર અને દેશવિદેશના લોકો અહી પોતાની માનતા પૂરી કરવા આવે છે.

આ પરંપરા અંગે માનવામાં આવે છે કે, 562 વર્ષ પેહલા ધોળાકૂવા ગામમાં રાગણી માતાજી સ્વંયભૂ પ્રગટ થયા હતા. તેથી લોકોમાં તેમના પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. ભક્તો દ્વારા તેમને સુખડી, ગોળ, તેલ અને શ્રીફળ ધરાવવામાં આવે છે. દિવાળીના દિવસે ફૂલોના ગરબામાં તેલના દિવા કરાય છે. સાથે જ સેંધણી માતાજીના ગરબા પણ ગાવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.