////

વર્ષો જૂની પરંપરા તૂટશે, આ વર્ષે વરદાયિ માતાની પલ્લી નહી યોજાઇ

ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે વર્ષોથી વરદાયિ માતાની પલ્લી યોજાઇ છે. જેની શરૂઆત રાત્રે 12 કલાકે મંદિર પરિસરમાંથી જ થઇ જતી હોય છે. પાંડવોના સમયથી ચાલતી વરદાયી માતાની પલ્લીની પરંપરા આ વર્ષે તૂટશે.

નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે બાદ આઠમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં એટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, કોઇ પણ અચંબામાં પડી જાય. આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.

આ વર્ષે કોરોનાના કહેરને પગલે પલ્લી નહી યોજાઇ અને તેની પરંપરા તૂટશે. જેના પગલે ગામમાં આવતીકાલ બપોરના 12 કલાકથી પ્રવેશબંધી ફરમાવી છે. ગામની બહાર નીકળવા અને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.