///

ભાવનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ, દિલ્લી નિઝામુદ્દીન પાસે ગયો હતો યુવાન

રાજ્યમાં 24 કલાક પછી ભાવનગરથી કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાવનગરમાં 28 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે જેની સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 88 થઈ છે.. મહત્વની વાત છે કે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ 31 કેસ અમદાવાદમાં નોંધાયા છે જે કે રાજ્યભરમાં કોરોનાના 10 જેટલા દર્દીઓ સારવારથી સાજા પણ થઈ રહ્યા છે.. તો કોરોનાના 88 દર્દિઓ પૈકી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યંતિ રવિએ જણાવ્યું કે વીડિયો કોન્ફરન્સીંગમાં વડાપ્રધાને દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે વધુ જોર આપ્યું છે. સાથેજ પીએમએ કોરોના સાયકલને તોડવા ગરમ પાણી પીવાની, હળદર અને દૂધ પીવાની સાથે યોગ અને પ્રાણાયમ કરવાની સલાહ આપી છે.. તો હવે સ્વસ્થ વ્યક્તિઓ પણ સિમ્પલ માસ્ક પહેરે અથવા સાદા કોટન માસ્ક કે રૂમાલ પણ બાંધે તેવી અપીલ કરાઈ છે. તો જ્યંતિ રવિએ વધુમાં જણાવ્યું કે ભાવનગરનો 28 વર્ષીય યુવક દિલ્લી નિઝામુદ્દીન જમાત પાસે ગયો હતો જેથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. તેઓ કહ્યું કે હવે આવનારા પાંચ દિવસ ખૂબજ મહત્વના છે કારણકે 14 દિવસ સુધી જે સંક્રમણ કાળ હોય છે. જેથી તકેદારીના ભાગરૂપે 22મી તારીખથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી. જેથી 22 તારીખ સુધી આવેલા સંક્રમિત લોકોને કોરન્ટાઈન કરાયા છે.. જ્યંતિ રવિએ જણાવ્યું કે ફક્ત આ સમયગાળો જ નહીં આવનારો સમય પણ આપણા માટે મહત્વનો છે જેથી સાવચેતી રાખવી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું..
શહેરોમાં વધુ પ્રમાણમાં ફેલાયલો કોરોના હવે રાજ્યના ગામડાઓની દિશા તરફ પણ વળી રહ્યું છે જેથી જ્યંતિ રવિએ ગામડાઓ માટે પણ ચિંતા વ્યકત કરી.. ઉલ્લેખનીય છે કે શહેરોમાં વસેલા લોકોએ કોરોનાથી બચવા ગામડાઓ તરફ કૂચ કરી છે જેના કારણે ગામડાઓમાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાને કોરોના માટે TTT એટલે કે 3Tનું સૂત્ર આપ્યું છે.. જેમાં T- ટ્રેકિંગ એટલે કે શોધવું, T- ટેસ્ટિંગ- ટેસ્ટ કરવો અને T- ટ્રીટીંગ એટલે કે સારવાર આપવી.. આ સૂત્ર અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓને કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે.. તો જ્યંતિ રવિએ જણાવ્યું કે આપણે હાલ સેકન્ડ સ્ટેજમાં છીએ ઉલ્લેનીય છે કે રાજકોટમાં કોરોનાનો સંક્રમિત એક દર્દી સારવાર બાદ સાજો થયો છે. દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. તો રાજકોટમાં પ્રથમ દર્દી સાજો થયો છે જેને ડિસ્ચાર્જ કરાયો છે.. તો ગુજરાતમાં કોરોનાનાં કુલ 133 ટેસ્ટ થયા છે જેમાંથી 24 ટેસ્ટ પેન્ડિંગ છે અને તે પૈકી એક પોઝિટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published.