///

રાજકોટ સહિત આ રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસરની 30 ટકા જેટલી અછત

હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ કુલ છ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તેમજ આસિસ્ટંટ પ્રોફેસરની 30 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. 30 ટકા ખાલી સીટોનો મતલબ એ છે કે હોંશિયાર વિદ્યાર્થીઓ માટે ઓછા શિક્ષકો છે, જેના કારણે રાજ્યના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-ગ્રેજ્યુએટ સીટોમાં 600નો ઘટાડો નોધાયો છે, કેમ કે વરિષ્ઠતા અને શિક્ષણના અનુભવના આધારે શિક્ષકદીઠ પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ મંજૂર થાય છે.

આ અંગે એક તબીબી શિક્ષણકારે જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન્સ કમિટીની બેઠક એક દસકાથી નહીં મળી હોવાના કારણે આ જગ્યાઓ ખાલી છે. જેને કારણે પ્રમોશન અટકી ગયું છે. વળી, 11 મહિનાના કોન્ટ્રેક્ટ પર મેડિકલ ટીચરો શોધવાના તફાવતના પ્રયાસો પણ અવરોધરુપ બન્યા છે.

આ ઉપરાંત ગુજરાત મેડિકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટીની ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરકારી જૂનાગઢ સહિત રાજ્યની આઠ મેડિકલ કોલેજોમાં પણ 30 ટકા શૈક્ષણિક જગ્યાઓ ખાલી છે. આવી કોલેજમાં વિદ્યાર્થીઓ રૂા. 3થી માંડી 8 લાખની ફી આપે છે.

Leave a Reply

Your email address will not be published.