/////

એવુ પણ મંદીર જ્યાં ખુલી આંખ સાથે પુજા કરી શકાતી નથી, પાટો બાંધવો પડે છે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરની મુલાકાતે આવે છે.

અંબાજી, ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં, આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. અંબિકા જંગલ, આશરે 480 મીટરની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ, અરવલ્લીની જૂની ટેકરીઓ તરફ, દરિયાની સપાટીથી આશરે 1600 ફૂટ ઊંચો છે.

અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને આબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી., ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીકના અંતરે આવેલું છે.

“અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પરંતુ અંહીં પવિત્ર “શ્રી વિસાયંત્ર” મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. મંદિરમાં કોઇ ખુલ્લી આંખ સાથે પુજા કરી શકતા નથી પુજા કરવા માટે આંખ પર પાટો બાંધવો પડે છે. આ ઉપરાંત મંદિરની યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ લાદેલો છે.

અંબાજી માતાનું મૂળ સીટ નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મંદિરની મુલાકાત લે છે. ભાદરવી પૂર્ણિમા (પૂર્ણ ચંદ્ર દિવસ) પર મોટો મેળા યોજવામાં આવે છે. સમગ્ર દેશમાં લોકો દર વર્ષે સપ્ટેમ્બરમાં પૂજા માટે આવે છે. તે દરમિયાન સમગ્ર અંબાજી શહેરને પ્રગટાવવામાં આવે છે કારણ કે રાષ્ટ્રને દિવાળીના ઉત્સવનો સમય ઉજવવામાં આવે છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ પાઠવ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાયેલા મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ આપતા અને પિતાના મોઢે પતિની નીંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતાં. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ શરૂ કર્યુ અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ચક્કર લગાવવા લાગ્યા, ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી પૃથ્વી પર વેરી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા હતાં. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. એક માન્યતા મુજબ આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. તે પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતાં. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે જ્યાં પહોંચવા યાત્રીઓએ 999 સીડી પસાર કરવી પડે છે. પાંડવો વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.

વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતાં. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ અને તે બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. દંતકથાઓ અને લોકવાયિકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પરંતુ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા હાલનું સ્થાનક 1200 વર્ષ જુનુ જણાય છે.

Leave a Reply

Your email address will not be published.